Saturday June 21, 2025

ખંભાળિયાના પ્લે હાઉસમાં સન્માન સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫

     ખંભાળિયામાં આવેલા ફર્સ્ટ સ્ટેપ પ્લે હાઉસ ખાતે તાજેતરમાં નાના ભૂલકાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી પંકજભાઈ તેમજ હેતલબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત વાલીઓના સ્નેહ મિલન અને બાળકોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બાળકોને મેડલ તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે અહીંના પી.એસ.આઈ. બારડે ખાસ ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભીખુભાઈ પિંડારિયાએ કર્યું હતું. પ્લે હાઉસના સ્ટાફ હીનાબેન કણજારીયા તેમજ કોમલબેન સુવાને ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરાયા હતા. બાળકો દ્વારા રજુ કરવામાં આવેલી વિવિધ કૃતિઓ આકર્ષણરૂપ બની રહી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ હેતલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top