– મુંબઈના જયાબેન કુમળદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે આયોજન –
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫
ખંભાળિયામાં સૌ પ્રથમ વખત બહેનો દ્વારા “મારા સપનાની ઉડાન” મેગા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન આવતીકાલે રવિવારે કરવામાં આવ્યું છે.
મહિલા સશક્તિકરણને ઉજાગર કરતું મહિલાઓ દ્વારા વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને જાહેરાતનું આ આયોજન મુંબઈના જાણીતા જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ નવતર પ્રકારના એક્ઝિબિશનમાં મહિલાઓ નિર્મિત અવનવી વેરાઈટીઓ તેમજ ઘર સજાવટ અને બીજી વિવિધ અવનવી વસ્તુઓનો પ્રાપ્ય બની રહેશે. આ ઉપરાંત ઘર બેઠા કામ કરવા માંગતા હોય તો તેઓ માટે પણ વિવિધ સ્ટોલ અને મહિલાઓને લગતી સરકારી યોજનાની તમામ માહિતી પણ અહીં પૂરી પાડવામાં આવશે. સાથે સાથે આર્થિક સહાય મેળવીને કાર્ય શરૂ કરવા માંગતા મહિલાઓ, બહેનો માટે તેઓના કાર્યને વધારે આગળ લઈ જવા માટે લોન-સહાય માટે પણ અહીં સ્ટોલ રાખવામાં આવ્યા છે.
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા રવિવાર તા. 16 ના રોજ સવારે 9 થી રાત્રે 8:30 સુધી અત્રે બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી, ખાતે ઉપસ્થિત રહેવા સંસ્થા વતી સપનાબેન મુકેશભાઈ કાનાણી (ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર ઝોન) દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.