Headlines

ખંભાળિયામાં આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬

      ખંભાળિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાસોત્સવ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આવતીકાલે રવિવાર તા. 4 ના રોજ સાંજે ચાર વાગ્યે ઔદીચ્ય ગોહિલ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે. 

       સમાજમાં વિવિધ વિષયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારા કર્મયોગીઓનું સન્માન થતા કર્મયોગીઓમાં પ્રોત્સાહનનું જે વાતાવરણ સર્જાયું છે, એ ઉદાહરણ ઉપરથી અન્ય વિદ્યાર્થીઓને પણ આ સન્માનથી પ્રેરણા મળે એવો સુંદર કાર્યક્રમ યોજવા માટે આયોજકો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *