
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં વર્ષ 2023 અને 2024 દરમ્યાન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેના આધારે રોડ સેફટીની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અકસ્માત નિવારી શકાય તેવા વિવિધ સ્થળે સંબંધિત અધિકારીઓની સંયુક્ત મુલાકાત કરીને પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા તેમજ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના અધિકારીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)