– જાણીતા મહિલા કલાકાર વિધિ ઠાકર દ્વારા 12 દિવસનું આયોજન –
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫
ખંભાળિયામાં પ્રથમ વખત મહિલાઓ માટે નૃત્યાંજલિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના જાણીતા કલાકાર વિધિ એચ. ઠાકર દ્વારા ગણાત્રા હોલ ખાતે 12 દિવસનો વર્કશોપ યોજાયો છે.
આગામી શનિવાર તારીખ 19 મી થી તારીખ 30 એપ્રિલ સુધી મહિલાઓ માટે યોજવામાં આવેલા આ 12 દિવસના ક્લાસિકલ નૃત્યાંજલિ વર્કશોપમાં બહેનોને મૂળભૂત શાસ્ત્રીય સ્ટેપ્સ અને ટેકનીક, અર્ધ ક્લાસિક બોલીવુડ ગીત- કોરિયોગ્રાફી, શ્લોક અને શાસ્ત્રી કવિતા, સમકાલીન અને શાસ્ત્રીય નવીનતમ ટ્રેન્ડી રીલ્સ, બેઠક નૃત્ય સહિતના વિવિધ સ્ટેપ્સ અને કલા શીખવવામાં આવશે.
બાર દિવસ બહેનો માટે યોજવામાં આવેલા આ ક્લાસિક નૃત્યાંજલિ વર્કશોપમાં દરરોજ સાંજે 5:30 થી 7 વાગ્યા સુધી 11 વર્ષ થી વધુ વયના બહેનો, મહિલાઓને વિવિધ સ્ટેપ શીખવવામાં આવશે. આ આયોજનમાં જોડાવવા તા. 18 એપ્રિલ સુધીમાં મોબાઈલ નંબર 9099379432 અથવા 9428679432 પર નામ નોંધાવવા એક યાદીમાં જણાવાયું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)