– બજાણા ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ –
જામ ખંભાળિયા, તા. ૨૭-૧૨-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની મહાપૂજા તથા દર્શન સમારોહનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે સોમવાર તા. 29 મીના રોજ મંડપ મુહૂર્ત, મંગળવાર તા. 30 ના રોજ આસન નિર્માણ, બુધવાર તા. 31 ડિસેમ્બરના રોજ શિવલિંગ નિર્માણ તેમજ ગુરૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ પાર્થિવેશ્વર મહાપૂજા તથા મહાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગુરુવારે 9:15 વાગ્યે લોટી ઉત્સવ તેમજ આ તમામ દિવસોમાં પ્રભુ પ્રસાદીનું પણ આયોજન થયું છે.
આ મહોત્સવના અંતે શુક્રવાર તા. 2 જાન્યુઆરીના રોજ પાર્થિવેશ્વર વિસર્જન યાત્રા બજાણા ગામના કાશીવિશ્વનાથ તળાવ ખાતે યોજવામાં આવી છે. આ પ્રસંગે સંતો-મહંતો ઉપસ્થિત રહી અને આશિર્વચન પાઠવશે. બજાણા ગામના વજશીભાઈ નાથાભાઈ નંદાણીયા દ્વારા આયોજિત આ ધર્મોત્સવમાં સહભાગી થવા સર્વે ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
