Headlines

ખંભાળિયામાં ભાજપની સંગઠન બેઠક યોજાઈ: હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬

     ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.

       દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના પ્રભારી મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, જિલ્લા મહામંત્રી પરબતભાઈ ભાદરકા, પ્રદેશ યુવા મોરચાના મંત્રી પ્રતાપભાઈ પિંડારિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા ભાજપના મંત્રી અનિલભાઈ તન્ના, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન મોટાણી, મહામંત્રી દીપ્તિબેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રસિકભાઈ નકુમ તથા ભરતભાઈ ગોજીયા, ખંભાળિયા શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા શહેર મહામંત્રી મુકેશભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, શહેર ભાજપના તમામ હોદ્દેદારો, સલાયા શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્ના તથા સલાયાના મહામંત્રી સુમિતભાઈ લાલ, પ્રદીપસિંહ જાડેજા, ખંભાળિયા નગરપાલિકાના તત્કાલીન સભ્યો, શહેર મોરચાના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો, બુથ પ્રમુખો, તથા ખંભાળિયા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, વિવિધ જ્ઞાતિના શ્રેષ્ઠિઓ આગેવાનોની ઉપસ્થિતિ યોજાયેલી આ બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

        આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખંભાળિયા શહેર ઉપપ્રમુખ કિરીટભાઈ ખેતિયાએ કર્યું હતું.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *