Headlines

ખંભાળિયામાં રવિવારથી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

કુંજન રાડિયા, ખંભાળિયા

    રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજિત તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી દ્વારા આગામી રવિવાર તારીખ 12 થી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન અહીંના ભગવતી મેરેજ હોલ ખાતે કરવામાં આવ્યું છે.
   તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્નગીત, સમુહ ગીત, તબલા, હાર્મોનિયમ (હળવુ), લોકગીત અને ભજનમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા કલાકારો તથા સીધી જિલ્લાકક્ષાની કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) સ્પર્ધાઓમાં ભાગ લીધેલા કલાકારો માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન તા. રવિવાર તારીખ 12 થી ખંભાળિયામાં ભગવતી મેરેજ હોલ ખાતે યોજાશે.
  આ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર કલાકારોએ સ્પર્ધા સ્થળે સવારે 8 વાગ્યે રીપોર્ટીંગ કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *