ખંભાળિયા કલા મહાકુંભ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓ વિજેતા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫

  કલા મહાકુંભ 2024-25 અંતર્ગત ખંભાળિયાના તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ખંભાળિયાની જાણીતી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાં ભરતનાટ્યમ કૃતિમાં હેત્વીબા રવિન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો. આ સાથે લોકગીત કૃતિમાં ધન્વી ભાર્ગવભાઈ ભટ્ટએ પ્રથમ સ્થાન અને હાર્મોનિયમમાં માધવ મનીષભાઈ વ્યાસએ બીજું સ્થાન પ્રાપ્ત કરી, સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેમને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રથમ સ્થાન મેળવનાર બંને વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરશે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *