Friday August 08, 2025

ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫

       ખંભાળિયાના હાપીવાડી હર્ષદપુર વિસ્તારમાં રહેતા ધનાભાઈ પુનાભાઈ ચોપડા નામના યુવાન તેમનું જી.જે. 37 ઈ. 2614 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પ્રાથમિક શાળા નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એલ. 7482 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top