Headlines

ખંભાળિયા પંથકમાં ફૂલોનું મબલક ઉત્પાદન: ભાવમાં કડાકો બોલી જતાં ધરતીપુત્રોને વ્યાપક નુકસાની

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬

       ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો હાલ વિવિધ પ્રકારના ફૂલની ખેતી કરે છે. ગુલાબ, ડોલર, વિગેરે જેવા પરંપરાગત ફૂલોની ખેતી અહીં કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પૂર્વે શિયાળા ના પ્રારંભે ફૂલોના ભાવની વધતી જતી બજાર વચ્ચે પ્રતિકૂળ હવામાનના કારણે ખેડૂતોને પૂરતી આવક થઈ શકી ન હતી.

      ત્યાર બાદ થોડા સમયથી ફૂલોને અનુરૂપ વાતાવરણ અને મબલક ઉત્પાદન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. પરંતુ હાલ હોળાષ્ટકની પરિસ્થિતિ વચ્ચે બજારોમાં ફૂલોની માંગ તદ્દન નહીવત થતા ફૂલના ભાવ ગગડીને 20-30 રૂપિયા આસપાસ થઈ જવા પામ્યા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને ફૂલોના નોંધપાત્ર ઉત્પાદન વચ્ચે પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જેથી ફૂલોની ખેતી કરતા ખેડૂતો કે જેમણે વિધે રૂ. 50 થી 60 હજારની આવક થવાની ધારણા રાખી હતી, તેઓને હવે સંભવતઃ નુકસાની સહન કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે.


(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *