Headlines

ખંભાળિયા વિસ્તારમાં 1500 જેટલા વીજ જોડાણો રદ થશે

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૬

      ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

       સમગ્ર રાજ્ય સાથે જામનગર ડિવિઝન હેઠળના ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા આજે સવારથી મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા વિભાગીય કચેરી હેઠળની જુદી જુદી પાંચ વિભાગીય કચેરીઓના કુલ અંદાજિત 1500 જેટલા વીજ ગ્રાહકોના વીજ બિલની રકમ બાકી હોય, આજથી તેઓના વીજ જોડાણ રદ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

       વધુમાં જાણવા મળતી વિગત મુજબ પીજીવીસીએલના સ્ટાફ અને અધિકારીઓ સાથેની જુદી જુદી 50 ટીમો દ્વારા ડીસકનેક્શન અંગેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ સ્ટાફ પણ સાથે રહ્યો છે.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *