Headlines

ખંભાળિયા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટેનું કરાયું નક્કર આયોજન

– શહેરમાં રોડ, રસ્તા, પ્રાર્થના હોલ સહિતના કામો હાથ ધરાશે – 

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫

          ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા ચીફ ઓફિસર તેમજ પાલિકાના ઇજનેર સહિતની ટીમ સાથે સંકલન કરીને શહેરમાં અનેક વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

        ખંભાળિયા શહેરના મોટાભાગના મહત્વના રસ્તાઓ હાલ ટનાટન બની રહ્યા છે. ત્યારે અહીંના નગર ગેઈટથી મિલન ચાર રસ્તા સુધીના રસ્તાને સુવ્યવસ્થિત બનાવવા માટે રૂપિયા 65.73 લાખના ખર્ચે નવો સી.સી. રોડ બનાવવા, દ્વારકા ગેઈટ પાસે પાણીના પરબ નજીક રૂપિયા 1.56 કરોડના ખાતે પ્રાર્થના હોલ બનાવવા, શહેરના જુદા જુદા વિસ્તારમાં સી.સી. રોડ અને પેવર બ્લોક બનાવવા તેમજ લાઇટિંગ ઉપરાંત ટ્રી પ્લાન્ટેશન માટે રૂપિયા 73.18 લાખના કામો કરવાનું નક્કી કરાયું છે.

          આ વચ્ચે શહેરના જુદા જુદા છ વિસ્તારમાં એસ.સી. એસ.પી. ઘટક યોજના હેઠળ સીસી રોડ બનાવવા, ખંભાળિયા શહેરમાં હયાત રોડના રૂપિયા 49.19 લાખના ખર્ચે બ્યુટીફિકેશન કરવું, ફૂલવાડી વોટર વર્ક્સમાં રહેલા ક્વાર્ટર તથા સ્ટોર રૂમ બનાવવા, ઘી ડેમ પાસે વોટર વર્ક્સમાં રૂ. 50 લાખના કામો કરવા, સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી અનુ. જાતિના રોહિત સમાજના સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ બનાવવા, ગોવિંદ તળાવ પાસે મહેશ્વરી સમાજ માટે કોમ્યુનિટી હોલ બનાવવા, પોરબંદર રોડ પર સુન્ની મુસ્લિમ જમાતના કબ્રસ્તાનમાં કમ્પાઉન્ડ બનાવવા, સહિતના જુદા જુદા કામો અંગેનું આયોજન કરી અને આ માટે જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *