જામ ખંભાળિયા
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા અજય જયંતીભાઈ ગોદળીયા અને કમલેશ દિનેશભાઈ ગોદળીયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે મોડી રાત3 ગંજીપાના વડે જુગાર રમી રહેલા રસીદ આદમ સંઘાર, નજીર દાઉદ સુંભણીયા, ઈશાક ઓસમાણ ચમડિયા અને મહેબૂબ સુમાર ગજીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં અકબર ઉર્ફે ડાડો મમુ સૈયદ નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.
ભાણવડ પોલીસે આંબરડી ગામના સંજય રણમલ કોટા નામના 28 વર્ષના શખ્સને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.