
મનોજ મકવાણા, પોરબંદર
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની પ્રભાસ પાટણના મોટા કોરીવાડમાં ડિમોલેશનની કાર્યવાહી વખતે લોકોની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ પોલીસે ગેરબંધાણીય અને ગેરકાનૂની ધરપકડ કર હતી તેના વિરુદ્ધમાં અને ફરિયાદ રદ થાય તે માટે પોરબંદર કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા, હેમંત મોકરીયા, ભગવાનજીભાઈ ચાવડા, હિતેશ સી વાજા, સંજય સોલંકી, દિલીપ બામણીયા, કેશુભાઈ બામણીયા તથા કોળી સેનાના સભ્યો હાજર રહ્યા હતા.