ગુજરાતના વિકાસલક્ષી બજેટને આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગઈકાલે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું અંદાજિત રૂપિયા 3.70 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. ત્યારે રાજ્યના સમતોલ અને સર્વાંગી વિકાસ સાથેના આ બજેટને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આવકાર્યું છે.
આ અંદાજપત્રમાં ગુજરાત ફંડની રૂ. પચાસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ સાથેનું ફંડ, ગત વર્ષની તુલનામાં કેપિટલ ખર્ચમાં 21.8 ટકાનો વધારો કરી વિકાસ માટે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી છે. છ રીજિયોનલ ઇકોનોમિક પ્લાન, બ્લેક બે નવા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે જેમાં ડીસાથી પીપાવાવ અને દ્વારકાથી સોમનાથના રસ્તાને દ્વારકા, હર્ષદ યાત્રાધામ, પોરબંદર, માધુપુર સોમનાથને જોડતો આ રસ્તો મંજૂર કરાયો છે. આ સાથે દાહોદને નવું એરપોર્ટ અને અન્ય એરપોર્ટના અપગ્રેડેશન, અંબાજી કોરીડોર, ભૂગર્ભ જળ ઊંચા લાવવા કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 50,000 નો વધારો, વનબંધુ વિકાસ માટે રૂપિયા 30,000 કરોડની જોગવાઈ, મત્સ્ય ઉદ્યોગ માટે 1622 કરોડનું ખાસ વિકાસલક્ષી આયોજન, પાંચ લાખ નવી રોજગારીનું સર્જન, પોલીસ કર્મી ની 14000 ની ભરતી, વાજપાઈ બેંકેબલ યોજનાની રકમ માં વધારો, 24 સ્થળે રાજ્યમાં સાયબર ફોરેન્સિક યુનિટોનું આયોજન, 20 સ્થળે નવી કુમાર કન્યા છાત્રાલય, ટ્રેક્ટર ખરીદીમાં ખેડૂતોને રૂ . એક લાખની સબસીડી, કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન સૂર્યોદય, વીજ સહાયમાં ખેડૂતો માટે વધારો, દિવ્યાંગો માટેની ખાસ જોગવાઈ, જાહેર પરિવર્તન માટે 2060 નવી બસોનું આયોજન, વડીલોપાર્જિત મિલકતમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, સિનિયર સિટીઝન પેન્શનરો માટે હવે ઘર બેઠા હયાતીની ખરાઈ, નર્મદા જળ સંપતિ વિકાસ માટે 25,642 કરોડની સહાય, ગૃહ વિભાગ માટે રૂપિયા 12,659 કરોડની જોગવાઈ, 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ખાસ જોગવાઈ, 70 વર્ષ ઉપરના 2.67 કરોડ લોકો માટે કેસલેસ સારવાર, નવી સખી સહાય યોજના, વિધવા ભથ્થામાં વધારો, નવી કોલેજોનું નિર્માણ સહિતના અનેક વિકાસલક્ષી પગલાંઓ આ બજેટમાં સૂચવવામાં આવ્યા છે.
આ બજેટને અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓ મિલનભાઈ કિરતસાતા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, મોહનભાઈ બારાઈ, પૂર્વ શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા, ઈન્દ્રજીતસિંહ પરમાર, સંજયભાઈ નકુમ, કશ્યપભાઈ આહીર, મહિલા અગ્રણી નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, જેમીનીબેન મોટાણી, સહિતના આગેવાનો હોદ્દેદારોએ આવકાર્યું છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)