વિપુલ હિરાણી
ભાવનગર તા.19
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક હરદ્વાર ગોસ્વામીનું અને લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ કહ્યું હતું કે જીવનમાં ત્રણ સી એટલે કે, કયુરિયોસિટી, ક્રિએટિવિટી અને કલર્સ જો પારખી જાઓ તો જીવન તમારું યોગ્ય દિશામાં જઈ શકે અને લલિત ખંભાયતાએ આજના યુવાનોને google ભગવદ્ગોમંડળ વગેરેની સુંદર માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ નિરંતર જિલ્લા શિક્ષણાધિકારી વંદનાબેન ગોસ્વામીએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાત સાહિત્યના અધ્યક્ષ ડો. ભાગ્યશ જહાંનો શુભેચ્છા સંદેશ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો . કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય વિરેન્દ્રસિંહ વાળાએ સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંકલન વિપુલ ધોધારીએ કર્યું હતું.
