Friday June 20, 2025

ચૂંટણી જંગ: ભાવનગરમાં વડવા-બ વિસ્તારના પત્રિકા રાઉન્ડમાં શહેર ભાજપે વિવિધ મોરચાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓની ફોજ ખડકી

અનુસૂચિત જાતી, બક્ષીપંચ, મહિલા તેમજ યુવા મોરચા સહિત વિવિધ મોરચાઓએ વડવા- બ વૉર્ડમાં પત્રિકા વિતરણ કર્યું

હરેશ પરમાર, ભાવનગર

વડવા-બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનના પત્રિકા રાઉન્ડમાં શહેર ભાજપે વિવિધ મોરચાઓ અને પ્રવાસી કાર્યકર્તાઓની ફોજ ખડકી દીધી હતી, જેમાં અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા, મોહનભાઈ બોરીચા, દિલીપભાઈ જોગદીયા, નીતિનભાઈ વેગડ, અનુ. જાતી મોરચાના પ્રમુખ ભરતભાઈ મકવાણા, મહામંત્રી નલીનભાઈ પટેલ, અરવિંદભાઈ રાઠોડ તથા સ્થાનિક હોદ્દેદારો અને અનુ. જાતી મોરચાના કાર્યકર્તાઓએ બુથ નં. ૪૦ અને ૪૧ માં પત્રિકા વિતરણ કર્યું હતું, તેમજ યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી રમેશભાઈ રાઠોડ, સાગરભાઈ પરમાર, વિજયભાઈ બારૈયા, રાજુભાઈ પરમાર, જયકાંતભાઈ ડાભી, ભરતભાઈ બટવાશીયા તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ બુથ નંબર ૩૨ માં પત્રિકા વિતરણ કરેલ. બધા જ મોરચાઓની સાથે શહેર ભાજપનો મહિલા મોરચો પણ જોડાયો હતો. ઉપરાંત મહેન્દ્રસિંહ ચાવડા, બળદેવસિંહ ચુડાસમા, જયદીપસિંહ ગોહિલ, ચેતનભાઇ પંડ્યા, આશિષભાઈ બારૈયા, જયેશભાઇ બારૈયા, ઘનશ્યામભાઈ તેમજ પરેશભાઈ ચૌહાણ સહિતના પ્રવાસી કાર્યકર્તાઓએ બુથ નં ૧૪૧ માં પત્રિકા વિતરણ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top