દીકરી એ જ પોલીસને ફોન કરવો પડ્યો કે તેના પિતા તોફાન મચાવી રહ્યા છે: પોલીસ અડધી રાતે આવીને પકડી ગઈ
જામનગર
જામનગરમાં અનોપસિંહ અમરસિંહ જાડેજા નામનો એક શખ્સ પોતાની દીકરીના ઘર પાસે પીધેલી હાલતમાં જાહેરમાં તોફાન મચાવી રહ્યો હોય તેની દીકરીએ જ પોલીસને ફોન કરવો પડ્યો હતો અને તરત જ આવી ગયેલી પોલીસે મધરાતે અનોપસિંહની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલ તા.૧૮/૧/૨૦૨૫ની રાત્રિના જામનગર પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કલાક ૨૩/૩૦ વાગ્યે પોલીસ કંટ્રોલ તરફથી વર્ધી મળેલ કે, કંટ્રોલમાં ફોન કરનાર ઉર્વશીબા મેહુલસિંહ ભટ્ટી (ઉ.વ.૨૨ રહે.-ક્રિષ્નાપાર્ક,શેરી નં.૦૩,માટેલ ચોક,રામેશ્વર જામનગર) જણાવે છે કે,તેમના પિતા તેમના ઘર પાસે જાહેરમા નશાની હાલતમાં તોફાન કરે છે જેથી તુરંત જ કલાક ૨૩/૪૫ વાગ્યે તે જગ્યાએ જઈ મજકુર ઇસમને પકડી અહી કલાક ૦૦/૦૦ વાગ્યે ઇન્વે. રૂમમાં લઇ આવતા આ ઇસમ બકવાસ કરતો હોય અને નશાની હાલતમાં હોય કલાક ૦૦/૩૦ વાગ્યે પોલીસે ધોરણસર અટક કરેલ છે, આ અંગે સરકાર તરફે કોન્સ્ટેબલ કિશન માલકીયાએ ફરિયાદી બની જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પીએસઆઇ મેરામણ મોઢવાડિયાએ તપાસ હાથ ધરી છે.