Saturday June 21, 2025

ટંકારામાં જુગારનો આરોપ મુકી 63 લાખનો તોડ કરવા માંમલે પીઆઇ વાય કે ગોહિલ અને રાઇટર મહિપતસિંહ સામે FIR

સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં આ ધડાકો

સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો

તત્કાલીન પીઆઈ ગોહિલ અને જમાદાર મહિપતસિંહને શોધી રહેલી ગુજરાત પોલીસ

મોરબી
રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ થયો છે.
સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં આ ધડાકો થયો છે. મોરબીના ટંકારા ના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને ખોટા કેસમાં પડાવી 63 લાખ પડાવી લીધા* હોવાનું અને માર નહીં મારવાના ,લોકઅપ માં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે પૈસા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો છે. લાખોની લાંચ લેનાર પી.આઈ ગોહિલ સસ્પેન્ડ બાદ લાપતા થઈ ગયો છે. રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહની પણ શોધખોળ ચાલુ છે.
રાજ્યના પોલીસ તંત્રના ઇતિહાસમાં 63 લાખનો તોડ થયાની તપાસ બાદ ફરિયાદ દાખલ કર્યાનો પ્રથમ બનાવ હોવાનું કહેવાય છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુન્હો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૭૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા અધિનિયમ-૨૦૧૮) ની કલમ ૭, ૧૨, ૧૩(૧) (એ) તથા ૧૩(૨) મુજબ દાખલ થયો છે. ફરિયાદ અનુસાર ટંકારા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ. વાય.કે.ગોહિલ તથા તત્કાલીન હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરીસિંહ સોંલકી તા.૨૬/૧૦/૨૦૨૪ના આશરે કલાક ૨૩/૧૫ વાગે મોરબી રાજકોટ હાઇ વે ટંકારા ખાતે આવી, કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં.૧૦૫ માં (૧) તિરથભાઇ અશોકભાઇ ફળદુ, (૨) નિતેષભાઇ ઉર્ફે નિતીન ભાઇ નારણભાઈ ઝાલરીયા, (૩) ભાસ્કરભાઇ પ્રભુદાસ પારેખ, (૪) વિમલભાઇ રામજીભાઇ પાદરીયા, (૫) રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા, (૬) કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ તથા (૭) શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર નાઓ ટાઈમ પાસ કરવા કોઈન(coin)થી પત્તા રમતા હોય તેમજ (૮) ગોપાલ રણછોડભાઇ સભાઽ તથા (૯) ચિરાગ રસીકભાઇ ધામેચાનાઓ કમ્ફર્ટ રીસોર્ટના પાર્કીંગમાં પાર્ક કરેલ ફોર્ચ્યુનર નં. GJ-03-KC-1400 માં હાજર હોઇ, તે દરમ્યાન પી.આઇ વાય.કે.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી પોતે રાજ્ય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા-ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી/ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવે જી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં, તેને નામદાર કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુના હિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી, આરોપીઓ પાસેથી અન અધિકૃતરીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાજ્ય સેવક તરીકે પ્રથમ રોકડા રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- વિમલભાઈ પારદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા રૂપિયા ૪૧,૦૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ન્યુઝ-મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યુઝ પેપર કે સોશીયલ મિડીયામાં ફોટો નહીં આપવા/ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા-ફરી યાદમાં ખોટું નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વિગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાજ્ય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય રૂપિયા ૫૧,૦૦,૦૦૦/- જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારી, આર્થિક લાભ મેળવવા સારૂ એ પ્રમાણિકપણે અને કપટપૂર્વક ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક લાભ સારૂરાજ્યસેવક તરીકે ફોજદારી ગેરવર્તન કરી ગુનો કર્યા વિગેરે બાબતની એફઆઇઆર ટંકારા પોલીસમાં દાખલ થઈ છે અને તેની તપાસ ડીવાયએસપી રબારીને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top