
સાત વિદ્યાર્થીઓએ પ્રથમ નંબરે રહીને કૌવત બતાવ્યું
હરેશ જોષી, ટીમાણા
ભાવનગર ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 7 બાળકો પ્રથમ ક્રમાંકે, 3 બાળકોએ બીજા ક્રમાંકે તથા 9 બાળકો ત્રીજા ક્રમાંકે રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર – 14 ભાઈઓમાં જાની ચિરાગભાઈ પ્રવિણભાઇ (ટીમાણા) તથા જાની માધવભાઈ જીવરામભાઇ (ટીમાણા)એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. એજ રીતે અંડર – 17 ભાઈઓમાં મુંધવા અનમોલભાઈ સવજીભાઈ (બરવાળા), ધાંધલ્યા હર્ષભાઈ પ્રવિણભાઈ (સથરા), પિપલ્યા હાર્દિકભાઈ અરવિંદભાઈ (ભદ્રાવળ-2), જાળેલા વૈદિક ભરતભાઈ (ભદ્રાવળ-1) તથા બાંભણિયા રાજેશભાઈ કનુભાઈ (નૈપ)એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. રમત ગમત ક્ષેત્રે સતત શ્રેષ્ઠ પ્રદર્શન થકી ગણેશ શાળા – ટીમાણાના બાળકો રાજ્ય કક્ષાએ પણ જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર 10 બાળકો જુડો સ્પર્ધામાં આગામી સમયમાં ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરશે. ગણેશ શાળા – ટીમાણા તથા તળાજા તાલુકાનું જિલ્લા કક્ષાએ ગૌરવ વધારવા બદલ ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા દરેક બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન થકી શાળા તથા ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી.