તરેડીના તળાવમાં તીરાડ, ત્રાડ અને તડાફડી: ધારાસભ્ય મોટા કે જીલ્લા પંચાયતનો લઘુ સિંચાઇ વિભાગનો અધિકારી મોટો? : ભરતસિંહ વાળા

મહુવા
ગુજરાતના સ્થાપના દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ તરેડીથી વાલાવાવ રોડ પર આવેલ તળાવની સ્થળ પર મુલાકાત લીધી અને ભરતસિંહે આક્રોશ સાથે નીવેદન આપ્યુ. સરકારે તેના જમીન વિકાસ નિગમ દ્વારા તળાવ બનાવેલ તે તળાવનો પાળો ૨૦૨૩/૨૪ બે વર્ષથી વરસાદના પાણીથી તળાવનો પાળો તુટે છે તે સરકારનુ જીલ્લા પંચાયત સિંચાઇ વિભાગ રીપેરીંગ કરતું નથી. ભરતસિંહ વાળાએ જણાવ્યું કે મહુવાના ધારાસભ્ય શીવાભાઈ ગોહિલે આ તળાવ રીપેરીંગ કરવા પોતાની ગ્રાન્ટમાથી રૂપિયા પાંચ લાખ આપવાની સિંચાઇ વિભાગને ચુસના આપી પણ ભાવનગર જીલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે ધારાસભ્યની ગ્રાન્ટ વાલાવાવના તળાવમાં ન વાપરી શકાય તેવો કડક આદેશ કર્યો તે વિચિત્ર ઘટના ગણાય સરકાર અને ધારાસભ્ય મોટા કે જીલ્લા પંચાયતનો લઘુ સિંચાઇ વિભાગનો અધિકારી મોટો તે સમજાતું નથી. હવે લોકો વતી ભરતસિંહની એકજ માંગ છે સરકારનું કોઇપણ વિભાગ તરેડીથી વાલાવાવ રોડ પર આવેલ તળાવ ર્રીપેરીગ કરી આપે અન્યથા જોયા જેવી થશે. સરકારની પાણી સંગ્રહ યોજના સુજલામ્ સુફલામ્ મોટીમોટી જાહેરાતોની યોજના છે તે ભરતસિંહે ખુલ્લુ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *