ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીના/મોટર સાયકલ વિગેરે મુદામાલ જે નામદાર કોર્ટના અલગ-અલગ હુકમો આધારે મુદામાલ મુળ માલીકોને સોપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા સ્ટાફના માણસો દ્વારા રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ. ૧૧૨૧૮૦૧૫૪૭૧/૨૦૨૪ બી.એન.એસ. ૩૦૫(સી), ૫૪ના કામનો મુદામાલ ટ્રકની એકસેલો નંગ-૮ જેની કુલ કિ.રૂ.૩૬,૦૦૦/-નો મુદામાલ ઉપરોકત ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ જે મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામાં આવેલ છે.
આ કામગીરી પીઆઇ એન.એન.તળાવીયા તથા હેડ કોન્સ્ટેબલ એલ.ડી.સીસોદીયા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ગુનાના કામે કબ્જે કરેલ રૂ.36,000નો મુદામાલ માલીકને પરત સોંપતી રાણાવાવ પોલીસ
