ભાવનગર
ભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસ
બ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય ને પણ પ્રેરણા આપી રક્તદાન કરાવે છે વળી દીકરી વ્હાલ નો દરિયો હોય છે અને પિતા માટે તો એ મોટી થાય એટલે મા બરાબર અને હદય નો ટુકડો હોય છે ત્યારે કલ્પેશભાઈ ભટ્ટ નું રક્તદાન નું કાર્ય એ બે સેવા ના ભાવ ને ઉજાગર કરે છે એક તો રક્તદાન અને બેટી વધાવો માટે જ તો દીકરી એ કુળ નો દિવો છે અને તે પિતા માટે તો સર્વસ્વ છે કલ્પેશભાઈ ભટ્ટ ના રક્તદાન થી અનેક ને પ્રેરણા મળશે.
