Headlines

દેવભૂમિના સુવિખ્યાત શિવરાજપુર બીચની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી

– વિકાસ કાર્યોની સમીક્ષા કરી –

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫

        રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચ ખાતે પ્રવાસીઓ માટેની નિર્માણાધીન સુવિધાઓનું નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી ભવિષ્યમાં આકાર લેનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પણ જરૂરી માહિતી મેળવી હતી.

       વધુમાં જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાએ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે કરવામાં આવતી જાળવણી અને વ્યવસ્થાપન તેમજ સ્થાનિક વિશેષતાઓ અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગેની વિગતોથી મુખ્ય સચિવને માહિતગાર કર્યાં હતા.

      આ ઉપરાંત મુખ્ય પંકજ જોશીએ બેટ દ્વારકા મંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કર્યા હતા. વધુમાં બેટ દ્વારકામાં પ્રવાસન વિકાસ અને જન સુખાકારી માટે સૂચિત વિવિધ પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી મેળવી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર, નાયબ કલેક્ટર મનોજ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *