ખંભાળિયામાં “આપ” દ્વારા જન સંપર્ક અભિયાન
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫
ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા પક્ષના કાર્યકરોની ટીમે ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પાર્ટીના વિવિધ વચનો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ અભિયાન દરમિયાન શહેરના લોકો તરફથી અત્યંત સારો આવકાર મળ્યો હતો. અનેક લોકોએ આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક ખૂણે જનતાના મુદ્દાઓને ઉઠાવવા અને સાચા પરિવર્તન માટે સંપૂર્ણ તૈયાર હોવાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.






(ફોટો:- કુંજન રાડિયા)
