દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 19 દાવેદારો મેદાનમાં


જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫

         દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ “શ્રી દ્વારકેશ કમલમ” ખાતે આજરોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા વિધિવતરૂપે પૂર્ણ થઈ હતી.
      જેમાં પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, ધર્મરાજસિંહ જાડેજા તથા સહ ચૂંટણી અધિકારીઓ શ્રી રાજુભાઈ સરસિયા અને કશ્યપભાઈ આહીરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ફોર્મ ભરવાની આ પ્રક્રિયામાં કુલ 19 દાવેદારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. જેમાં વર્તમાન જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત 18 પુરુષ અને એક મહિલા મળી કુલ 19 દાવેદારોનો સમાવેશ થાય છે.
        આગામી સમયમાં જિલ્લા પ્રમુખ તરીકે કોણ પસંદ થશે તે અંગે પ્રદેશની હાઈકમાન્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે, જે સમગ્ર વિસ્તાર માટે મહત્વપૂર્ણ બની રહેશે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *