જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને તેમના ઓપરેશનનો ખર્ચ પણ આ પરિવાર આપશે.
આ સેવાકાર્ય માટે તાલુકા પંચાયતના ઘનશ્યામસિંહ જાડેજા તથા આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી, આ સેવાકાર્ય બદલ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.





(ફોટો: કુંજન રાડિયા)
