દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે વર્ષમાં સૌ પ્રથમ, પ્રથમ દેવતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા: પાંચ કરોડનું અનુદાન જાહેર

– રૂ. પાંચ કરોડનું અનુદાન શિવાર્પણ કરાયું

કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

       ભગવાન શિવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આજરોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.

       દેશના ગૌરવંતા ઔદ્યોગિક એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ આજરોજ તેમના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે અહીં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરી, ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવ્યું હતું. આ પછી તેમણે રૂ. 5 કરોડની રકમ શિવાર્પણ કરાવી, પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *