જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫

દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે.
____________________________________________________________________________
દ્વારકામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
દ્વારકામાં રબારી પાડો વિસ્તારમાં રહેતો દેવાંગ ધર્મેશભાઈ વિઠલાણી (ઉ.વ. 23) નામનો શખ્સ લખનઉ અને પંજાબ વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે રૂપિયા 20,000 ની કિંમતના મોબાઈલ ફોન તેમજ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે.
આ પ્રકરણ દ્વારકામાં રહેતા બીપીન તન્ના નામના શખ્સની પણ સંડોવણી ખુલવા પામી છે. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)