Saturday June 21, 2025

દ્વારકાના બિચ્છુ ગેંગના વધુ એક આરોપીના જામીન રદ : આરોપી રાજકોટ જેલ હવાલે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫

         ઓખા મંડળમાં સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાન કરી અને ત્રાસ ફેલાવતી બિચ્છુ ગેંગના આશરે દોઢ ડઝન જેટલા આરોપીઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આરોપીઓ સામે ગુજસીટોક સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી અને આ ગેંગના સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

        આ ટોળકીના સભ્ય એવા એક આરોપી મેવાસા ગામના મેરૂભા વાલાભા માણેક સામે કરાયેલી કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સએ હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરાવ્યા હતા. ઉપરોક્ત આરોપી સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને અનધિકૃત રીતે પ્રવેશ કરી અને ફરીથી ગુનાઓ આચરવાનો પ્રયત્ન કરતા આ સંદર્ભે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડની ટીમ દ્વારા આ અંગે દરખાસ્ત કરી અને વિવિધ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

        આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષારભાઈ ગોકાણી દ્વારા રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર અદાલતે આરોપીના જામીન રદ કરી અને ધરપકડ વોરંટ કર્યું હતું. જેથી પોલીસે આરોપીની ટૂંકા ગાળામાં પુનઃ અટકાયત કરી અને તેને રાજકોટ જેલ હવાલે કરી દીધો હતો. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top