દ્વારકામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકામાં આગામી તારીખ 16 ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે અહીં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દ્વારકા વિસ્તારમાં પી.આઈ. ડી.એચ. ભટ્ટ તથા પી.એસ.આઈ.ની ટીમ દ્વારા દ્વારકાના તમામ વોર્ડ તેમજ સંવેદનશીલ વિસ્તાર અને મતદાન બુથ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *