Saturday June 21, 2025

દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડીયા, જામખંભાળિયા
       દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રાણીબેન બાબુભા નાયાણી નામના 80 વર્ષના વૃદ્ધા રવિવારે તેમના ઘરે હતા. ત્યારે મેવાસા ગામનો રૂપસંગભા માણેક અને દેવપરા ગામનો દેવાભા સુમણીયા નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ થયેલી એક માથાકૂટમાં તેણીના પુત્ર ભરતભાએ પંચમાં સહી કરી હોવાથી આરોપીના ભાઈ તથા મિત્રો ગુજસીટોકના ગુનામાં જેલમાં ગયા હતા.

       જે બાબતનું મનદુઃખ રાખીને ઉપરોક્ત મહિલાના પુત્ર જ્યારે દ્વારકા આવશે ત્યારે તેને શોધીને જાનથી મારી નાખશે તેવી ધમકી આપ્યાની ફરિયાદ રાણીબેન દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે બંને આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top