Friday June 20, 2025

દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા
        દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

         આ બનાવ અંગે મૃતકના ભાઈ નીરૂભા બનેસંગ પરમાર (ઉ.વ. 40, રહે. ચરકલા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.ડી. કલોતરા દ્વારા હાથ ધરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top