Saturday June 21, 2025

દ્વારકામાં વ્રજ હોસ્પિટલના ઉપક્રમે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો

– ડો. સાગર કાનાણી દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર સાથે દવાઓ અપાઈ –

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫

        દ્વારકામાં નિયમિત રીતે વિના મૂલ્યે નિદાન સાથે વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ કરતા જાણીતા તબીબ ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસ નિમિત્તે ગત શનિવારે દ્વારકાની જાણીતી વ્રજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

       આ મેગા કેમ્પમાં તલ, મસા, કપાસી, રસોડી તેમજ કાનની બુટ સાંધવી કે વીંધવી જેવા ઓપરેશનો વિના મૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ઓપરેશન વાળા તમામ દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન આ મેગા કેમ્પનો લાભ 100 જેટલા દર્દીઓએ લીધો હતો.

         અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ડોક્ટર સાગર કાનાણી દ્વારકાની વ્રજ હોસ્પિટલ ખાતે દરરોજ વિના મૂલ્યે નિદાન યજ્ઞ ચલાવે છે. જેનો આજ સુધી દોઢ લાખથી વધુ દર્દીઓએ લાભ લઈ ચૂક્યા છે. તબીબો માટે પ્રેરણારૂપ એવા આ સેવાયજ્ઞથી દર્દીઓ સંતોષ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top