જામ ખંભાળિયા
દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે માર્ચ તથા એપ્રિલ માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ ફાયરીંગ રેન્જ વિસ્તારમાં તા. 29 એપ્રિલ સુધી જાહેર જનતાના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.