Headlines

દ્વારકા પંથકના દારૂ પ્રકરણના કુખ્યાત આરોપીને પાસા તળે જેલ હવાલે કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

      દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના 43 વર્ષના શખ્સ સામે સમયાંતરે દારૂ અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લાના બુટલેગરો અને જાણીતા જુગારીઓ જેવા સામાજિક તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા માટે એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયાને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ઉપરોક્ત આરોપી અંગેના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી અને તેની પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

       જે દરખાસ્ત અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે હકારાત્મક અભિગમ અપનાવી અને ઉપરોક્ત શખ્સના પાસા મંજૂર કરીને અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યું હતું. જે સંદર્ભે એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ઉપરોક્ત આરોપીને વોરંટની બજવણી કરી, તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *