નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫

       કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.

        અન્ય એક બનાવમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વતની અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહી અને મહેતાજી તરીકેનું કામ કરતા જીતેન્દ્રભાઈ હરિભાઈ ગોહેલ નામના 49 વર્ષના આધેડ ગઈકાલે રવિવારે આર.કે. બંદર વિસ્તારમાં આવેલી મોરી દંગાની ઓફિસમાં બેઠા હતા, ત્યાં તેમને એકાએક હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે સુભાષભાઈ હમીરભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસને જાણ કરી છે. 

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *