Friday June 20, 2025

નેત્રમ: પોરબંદરમાં મધ્યપ્રદેશની મહિલાનો રૂ. 20,000 ભરેલો થેલો ખોવાયો: પોલીસે શોધી આપ્યો

પોરબંદર
પોરબંદરમાં તા.૫/૩/૨૦૨૫ ના રોજ ક.૧૪:૦૦ થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર લુમીબેન ભુરસિંહ કલેશ રહે.જીલ્લો-અલીરાજપુર રાજ્ય-મધ્યપ્રદેશ આજ રોજ પોતાના ભાઇ બહેન સાથે પોરબંદર ખાતે આવેલ અને રીવરફ્રન્ટ પાસેથી એસ.ટી. બસ સ્ટેન્ડ જવા માટે એક પીયાગો ઓટો રીક્ષામાં બેસેલ તે દરમ્યાન એક કાળા કલરનો થેલો જેમા રોકડ રૂ.૨૦,૦૦૦/- અને જરૂરી સામાન હતો જે બસ સ્ટેન્ડ ઉતર્યા ત્યારે ખબર પડેલ કે પોતાનો કાળા કલરનો થેલો રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જેને શોધી આપવા માટે નેત્રમ -કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર રૂબરૂ આવી ને જાણ કરતા નેત્રમ ઇન્ચાર્જ નાઓએ નેત્રમ સ્ટાફને આ રીક્ષા શોધવા માટે જણાવેલ જેથી નેત્રમ સ્ટાફ દ્વારા રીક્ષા જે રૂટ ઉપરથી પસાર થયેલ જેમાં કમલાબાગ, જુના ફુવારા,બસ સ્ટેન્ડ વગેરે VISWAS PROJECT ના સીસીટીવી ચેક કરતા અરજદાર દ્વારા પોતાના ભાઇ રીક્ષામાં સાઇડમાં બેઠેલ તે ઓળખી બતાવતા જે રીક્ષાના રજી. નં. દેખાતા ન હોય જેથી રીક્ષા એસોસિએશનના પ્રમુખ ભનુભાઇ ભુતીયાની મદદ જાણવા મળેલ કે તે સુદામા પરોઠા હાઉસ પાસે રીક્ષા સ્ટેન્ડ ખાતે ઉભા રહે છે જેથી નેત્રમ સ્ટાફ દ્વારા તપાસ કરતા ઓટો રીક્ષા ના રજી.નં. તથા સંપર્ક નંબર મળેલ જેના રજી. નં. GJ25U6687 ના રીક્ષા ચાલકનો સંપર્ક કરેલ અને રીક્ષા ચાલકે જણાવેલ કે, ભુલાય ગયેલ થેલા વાળા પેસેન્જરની શોધમાં હતો તે દરમ્યાન મને નેત્રમ ના સ્ટાફનો ફોન આવેલ અને નેત્રમ ખાતે રૂબરૂ બોલાવેલ જેથી રીક્ષા ચાલક પાસે રહેલ એક કાળા કલરનો થેલો કોઇ પેસેન્જરનો ભુલાય ગયેલ તેવું જણાવેલ જેથી અરજદારને થેલો અને તેમા રહેલ રૂપીયા ચેક કરાવડાવી રીક્ષા ચાલકના મારફત અરજદારને થેલો અને તેની અંદર રહેલ નાના પર્સ માં રાખેલ ૨૦,૦૦૦/- રૂપીયા પરત કરેલ જે બાબતે અરજદાર લુમીબેન દ્વારા નેત્રમ સ્ટાફ તેમજ રીક્ષા ચાલક કાંતીભાઇ ઘેલાભાઇ ડોડીયા તેમજ ભનુભાઇ ભુતીયાનો આભાર માન્યો હતો. જે નેત્રમ ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top