Headlines

નેપાળ બસ દુર્ધટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને તેમના પરિવારોને આર્થિક સહાય

હરેશ જોષી, મહુવા

     થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનકજ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. 
        પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નેપાળ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સાથે રાખી આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ તલગાજરડાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *