Headlines

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬

      અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

      સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચેના ટી – 20 ફાઇનલ મુકાબલામાં નોંધપાત્ર એવા 255 મત ખડકી અને ન્યૂઝીલેન્ડને 256 રનનો ટાર્ગેટ આપતા ભારતના જાંબાઝ ફિલ્ટર- બોલરો સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં સમેટાઈ ગઈ હતી. આમ, નોંધપાત્ર એવા 96 રનથી ભારતની ટીમ વિજેતા બનતા ખંભાળિયાના ક્રિકેટ રસિયાઓને આ ક્રિકેટ મેચથી મોજ પડી ગઈ હતી.

     ભારતના ભવ્ય વિજય બાદ ગતરાત્રે ખંભાળિયાના નગરજનોએ શેરીમાં આવીને ફટાકડા ફોડી, આતશબાજી કરીને જીતનું જશ્ન મનાવ્યું હતું. આમ, ભારતની ટીમે ક્રિકેટના ઇતિહાસમાં ભવ્ય વિજયનું વધુ એક છોગું ઉમેરતા ખંભાળિયાવાસીઓએ ભારતીય ક્રિકેટ ટીમના જાંબાઝ ખેલાડીઓને શુભેચ્છાઓ વરસાવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *