વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૮
મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં.

આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
મહોત્સવ પ્રસંગે આયોજકો દ્વારા રાજ્ય મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મિય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે મેયર ભરતભાઈ બારડ, પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સંતો-મહંતો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
