જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬
પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા 56 સીડી સ્વર્ગદ્વાર ખાતે ભક્તોનું માનવ મેળામાં ઉમટ્યું હતું.
પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દેશ વિદેશથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર પર ભક્તોનું ધોડાપુર જોવા મળ્યું હતું.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
