જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દેવશીભાઈ મનજીભાઈ કણજારીયા (ઉ.વ. 54, રહે. રાણ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
____________________________________________________________________________
બાંકોડીમાંથી વિદેશી દારૂ સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો
રાજસ્થાન રાજ્યના ભીલવાડા તાલુકાનો મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતો માલસિંહ બાબુસિંહ રાવત નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂને એક બોટલ સાથે ઝડપી લીધો હતો. દારૂની આ બાટલી તેણે ભોપલકા ગામના દિગુભા ઉર્ફે લાલો હાલુભા જાડેજા પાસેથી મેળવી હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)