Headlines

પોરબંદરના જુબેલી પુલ ઉપર કાયમી ડિવાઇડર ન થાય ત્યાં સુધી બેરિકેડ ડિવાઇડર રાખશે પોલીસ: અકસ્માત નિવારણ માટે પોલીસનો કીમીયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર જીલ્લાના બરડા વિસ્તારના તથા દ્રારકા-ખંભાળીયા તરફથી આવતા લોકો માટે પોરબંદરમાં પ્રવેશ‌ માટેનો મુખ્ય માર્ગ એટલે જયુબેલી પુલ.જયુબેલી ચાર રસ્તા અને જયુબેલી પુલ ઉપર સને-૨૦૨૪-૨૫ ના વર્ષ દરમ્યાન ૦૯ જેટલા ફેટલ/ગંભીર અકસ્માતોના બનાવ બનવા પામેલ છે.પોલીસ અધિકારીઓ દ્રારા અકસ્માતો થવાના કારણોનું વિશ્લેષણ કરતાં જ્યુબેલી પુલ ચાર રસ્તા પરથી જણસી ભરી માર્કેટીંગ યાર્ડમા જતા માલવાહક વાહનો, તેમજ જેટી બંદર તથા સુભાષનગરથી મચ્છી તથા અન્ય મટીરીયલ્સ ભરેલ માલવાહક વાહનો નિરમા ફેકટરી તથા વેરાવળ જવા માટે મોટી સંખ્યામાં પસાર થાય છે. તેમજ જયુબેલી પુલ ખૂબ પહોળો હોય અને ડીવાઈડર ન હોવાથી વાહનચાલકો દ્રારા પુલ ઉપર ઓવરટેક કરવાને કારણે અકસ્માતો થવાનું કારણ જાણવા મળેલ હતું,જેથી જયુબેલી પુલ ઉપરના અકસ્માતો નિવારવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.આહિર તથા ટ્રાફિકની ટીમ દ્રારા જયુબેલી પુલ ઉપર જ્યાં સુધી કાયમી ડિવાઈડરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પુલ ઉપર બેરીકેડ્સ ગોઠવી ડિવાઈડરની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.ટ્રાફિક પોલીસ દ્રારા કરેલ આ વૈકલ્પિક ડિવાઈડરની વ્યવસ્થા જોઈ લોકોએ પોલીસની આ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *