Headlines

પોરબંદરમાં ગળે ચુંદડી બાંધી આપઘાત કરી લેતો 28 વર્ષનો ઈમ્તિયાઝ

પોરબંદર
પોરબંદરમાં છાયા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ નામના એક 28 વર્ષે યુવકે પોતાના ગળે લુગડાની ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો છે. બનાવનું કારણ હજી જાણવા મળ્યું નથી.
ઇમ્તીયાઝ ઇસ્માઇલભાઇ ખફી (ઉ.વ.૨૮ રહે.પોરબંદર છાંયા સદામ સોસાયટી) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે લુગડાની ચુંદડીથી લોખંડના પાઇપ સાથે બાંધીને ગળા ફાસો ખાઇ જતા મરણ ગયા છે. ૧૦/૧૨/૨૦૨૪ના ૮/૦૦ પહેલા કોઇ પણ વખતે છાંયા સદામ સોસાયટી મરણ જનારના ઘરે બનેલી આ ઘટના અંગે એ જ દિવસે ૧૨\૧૫ કલાકે સર ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર વ્યાસે પોલીસને જાણ કરતા કમલાબાગ પીએસઆઇ એમ એલ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *