ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં શિવાજી મહારાજની આ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ કરીને જીલ્લા શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજે મોગલ સામ્રાજ્યને ટક્કર આપી હતી તમામ હિંદુઓના હ્રદયમાં શિવાજી મહારાજનું અનેરૂ સ્થાન રહેલું છે. શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી ત્યારે પોરબંદર જીલ્લા શિવસેના દ્વારા પણ ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદર શહેરના પેરેડાઈઝ ફુવારા નજીક આવેલ શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને તમામ નાગરિકોને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે મહિલા પાંખના પ્રમુખ પાયલબેન દવે, હર્ષાબેન ખોડીયાર અને બીનાબેન પાબારી સહિતના મહિલા અગ્રણીઓ તેમજ માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડીયાતર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારા નજીક શિવસેના દ્વારા શિવાજી જયંતીની શાનદાર ઉજવણી
