પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.
રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો
આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા
હરિયાણામાં પણ પોતાનું રહેણાકી થાણું ધરાવતા પીઠ તસ્કર એવા રાજસ્થાનના સુનિલ સિંઘે અન્ય ચાર ગુનાઓની પણ કબુલાત આપી
પોરબંદર
પોરબંદરમાં તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ કીર્તિમંદીર પોલીસ વિસ્તારમાં ફરીયાદી બહેન એક પેસેન્જર રીક્ષામાં બેઠેલ હોય ત્યારે રીક્ષા બેઠેલ બે અજાણી સ્ત્રીઓએ ફરીયાદી બહેનની નજર ચુકવી ફરીયાદી બહેનના બેગમાં રાખેલ પર્સ જેમાં સોનાના ચેઇન નંગ-ર તથા સોનાની વીંટી નંગ-ર તથા ભારતીય ચલણની નોટો રૂા. ૪૫,૦૦૦/- તથા યુ.કે. પાઉન્ડ ૫૦૦ જેની ભારતીય કીમત અંદાજે રૂા. ૫૩,૦૦૦/- તથા અલગ-અલગ આઇ.ડી. પ્રુફ મળી કુલ રૂા. ૮,૧૮,૦૦૦/- ના મત્તાવાળુ પર્સ ચોરી કરી નાશી ગયેલ હોવાના બનાવ અંગે કીર્તિમંદીર પોલીસમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની ગંભીરતા ને ધ્યાને લઇ ગુનાનો ભેદ ઉકેલવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામા આવેલ જે સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાની સુચના અને રાહબરી હેઠળ એલ.સી.બી સ્ટાફની અલગ- અલગ ટીમો બનાવી લોકલ સી.સી.ટી.વી કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા દરમ્યાન નેત્રમ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ થી ASI રણજીતસિંહ દયાતર તથા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમારને સંયુકત ખાનગીરાહે હકીકત મળેલ કે, શરીરે કાળા કલરનો કોટ તથા ક્રીમ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ શ્યામવર્ણો એક ઇસમ ચોરીમાં ગયેલ સોનાના દાગીના વેચવા ચાલીને જાય છે અને હાલ પોરબંદર બસ સ્ટેન્ડ પાસે પહોંચેલ છે. તેવી હકીકત મળતા તુરત જ હકીકતવાળી જગ્યાએ જઇ વોચ ગોઠવતા ઉપરોકત હકિકતના વર્ણનવાળો ઇસમ મળી આવેલ જેથી મજકુરને ત્યા જ રોકી દઈ તેની અંગ જડતી કરતા સદરહુ ઈસમના પેંટના ખીસ્સામાંથી ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન નંગ-૧ તથા યુ.કે. પાઉન્ડ ૫૦૦ મળી આવતા મજકુર ઈસમનું નામ પુછતા સુનીલ સિંઘ મહેન્દર સિંઘ ગબદુ બાગડી (ઉ.વ.૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ વોર્ડ નં.૧ ખુર્દી ગામ શ્રીજી વાટીકા કોલોની આર.ટી.ઓ. ઓફીસ પાસે સ્વીમીંગ પુલ પાછળ તા.જી. કોટપુતલી રાજસ્થાન તથા એડ્રેસ (૨) ધારૂઢેરા ગામ ૨૧, દેવ નગર જી.રેવાડી હરીયાણા તથા એડ્રેસ (3) દૌસા ગીરીરાજ મંદીર સામે ગોરધનનગર રમેશ પ્રજાપતીના મકાનમાં આગરા રોડ જી. દૌસા રાજસ્થાનવાળો હોવાનુ જણાવેલ તેમજ પોતાની પાસેથી મળી આવેલ સોનાના ચેઇન તથા પાઉન્ડ બાબતે પુછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપતો હોય જેથી યુક્તિ પ્રયુક્તિ અને આગવી ઢબે પુછપરછ કરતા મજકુર ઇસમ ભાંગી પડેલ અને જણાવેલ કે, પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા જયાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જર રીક્ષામાં પોતાના બાળકો સાથે બેઠેલ જે રીક્ષામાંથી એક વૃધ્ધ મહીલાના બેગમાંથી પર્સની ચોરી કરેલ હતી. ત્યારબાદ આ બંન્ને જણીઓ ચોરી કરેલ પર્સ સાથે પોતાની પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળી ગયેલ હતા, જે ચોરી કરેલ પર્સમાંથી સોનાના ચેઇન નંગ-ર તથા સોનાની વીંટી નંગ-ર તથા ભારતીય ચલણના રૂપીયા તથા વિદેશી રૂપીયા તથા આઇ.ડી. કાર્ડ મળી આવેલ હતા. જેથી મજકુર પાસે થી મળી આવેલ સોનાનો ચેઇન નંગ-૧ ની કી.રૂા. ૪,૧૮,૦૦૦/- તથા યુ.કે. પાઉન્ડ ૫૦૦ જેની ભારતીય કી.રૂા. ૫૩,૦૦૦/- નો તપાસ અર્થે કબ્જે કરી મજકુર ઉદય સુનીલ સિંઘ સનઓ મહેન્દર સિંઘ ગબદુ બાગડીને ચોરી કરેલ મુદ્દામાલ સાથે કીર્તિમંદીર પો.સ્ટે. સોંપી આપી ચોરીના કુલ-૦૩ ગુન્હાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરેલ છે.
પોલીસે કબ્જે કરેલ મુદામાલ
(૧) સોનાનો ચેઇન નંગ-૧ કી.રૂા. ૪,૧૮,૦૦૦/- (૨) યુ.કે, પાઉન્ડ ૫૦૦ જેની ભારતીય કી.રૂા. ૫૩,૦૦૦/-
પકડાયેલ આરોપીએ આપેલ કબુલાત તથા ડીટેકટ થયેલ ગુન્હાઓ :-
(૧) ૨૦૨૪ ના ત્રીજા મહીનામાં સુનીલ સિંઘ સનઓ મહેન્દર સિંઘ ગબદુ બાગડી તથા તેની પત્ની રેખા તથા તેના દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા જયાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જ રીક્ષામાં બેઠેલ જે રીક્ષામાંથી એક મહીલાના ગળામાંથી આ બંન્ને જણીઓએ સોનાના ચેઇનની ચોરી કરેલ હતી. ત્યારબાદ આ બંન્ને જણીઓ સોનાના ચેઇનની ચોરી કરી સુનીલ પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળી ગયેલ હતા. જેથી સદરહું ગુન્હા બાબતે તપાસ કરતા કમલાબાગ પો.સ્ટે. ગુ.ર.નં, 11218009240147/૨૦૨૪ આઇ.પી.સી. ક ૩૭૯૧(૩), ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોવાનું જણાઇ છે. જે ગુન્હો હાલ અનડીટેક છે.
(૨) ૨૦૨૪ ના ત્રીજા મહીનામાં સુનીલ સિંધ સનઓ મહેન્દર સિંઘ ગબદુ બાગડી તથા તેની પત્ની રેખા તથા તેના દિકર રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ રતલામ ગયેલ હતા જયાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જ મેજીક વાહનમાં બેઠેલ જે મેજીકમાંથી એક મહીલાના ગળામાંથી આ બંન્ને જણીઓએ સોનાના ચેઇનની ચોરી કરેલ હતી ત્યારબાદ આ બંન્ને જણીઓ સોનાના ચેઇનની ચોરી કરી સુનીલ પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળી ગયેલ હતા. જેથ સદરહું ગુન્હા બાબતે તપાસ કરતા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૨૩/૨૦૨૪ આઇ.પી.સી. ક ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોવાનું જણાઇ છે. જે ગુન્હો હાલ અનડીટેક છે.
(૩) ગઇ તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ સુનીલ સિંઘ સનઓ મહેન્દર સિંઘ ગબદુ બાગડી તથા તેની પત્ની રેખા તથા તેન દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા જેમાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જ ઓટ રીક્ષામાં અમારા બાળકો સાથે બેઠેલ જે રીક્ષામાંથી એક મહીલાના ગળામાંથી આ બંન્ને જણીઓએ સોનાના ચેઇનર્ન ચોરી કરેલ હતી. ત્યારબાદ આ બંન્ને જણીઓ સોનાના ચેઇનની ચોરી કરી સુનીલ પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળ ગયેલ હતા અને પોલીસે અમોને પકડી લીધેલ હતા, જેથી સદરહું ગુન્હા બાબતે તપાસ કરતા મધ્યપ્રદેશ રતલા માણક ચોક પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૦૯/૨૦૨૪ બી.એન.એસ. ક. ૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી. થયેલ હોવાનું જણાઇ છે જે ગુન્હામાં ઉપરોકત ત્રણેય અટક થઇ ગયેલ છે.
(૪) ગઇ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સુનીલ સિંઘ સનઓ મહેન્દર સિંઘ ગબદુ બાગડી તથા તેની પત્ની રેખા તથા તેન દિકરા રાજની પત્ની સુજાતા ઉર્ફે કાજલ પોરબંદર આવેલ હતા જયાં રેખા તથા સુજાતા ઉર્ફે કાજલ એક પેસેન્જ રીક્ષામાં તેમના બાળકો સાથે બેઠેલ જે રીક્ષામાંથી એક વુધ્ધ મહીલાના બેગમાંથી પર્સની ચોરી કરેલ હતી. ત્યારબાદ આ બંન્ને જણીઓ ચોરી કરેલ પર્સ સાથે સુનીલ પાસે આવતા ત્રણેય ત્યાંથી નીકળી ગયેલ હતા. જે ચોરી કરે પર્સમાંથી સોનાના ચેઇન નંગ-ર તથા સોનાની વીટી નંગ-ર તથા ભારતીય ચલણના રૂપીયા તથા વિદેશી રૂપીય તથા આઇ.ડી. કાર્ડ મળી આવેલ હતા. જે ગુન્હા બાબતે કીર્તિમંદીર પો.સ્ટે. ગુન્હો રજી. થયેલ છે.
ડીટેકટ થયેલ ગુનાઓ:-
(૧) કીર્તિમંદીર પો.સ્ટે. ગુ.ર.નં, પાર્ટ A-11218006240800/૨૦૨૪ B.N.S ક. ૩૦૩(૨), ૫૪ મુજબ,
(ર) કમલાબાગ પો.સ્ટે. ગુ.ર.નં. 11218009240147/૨૦૨૪ આઇ.પી.સી. ક. ૩૭૯૧(૩), ૧૧૪ મુજબ.
(3) મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૨૩ ૨૦૨૪ આઇ.પી.સી. ક. ૩૭૯, ૧૧૪ મુજબ.
