રોડની બન્ને સાઈડમાં બ્લોક પાથરવા અંગે પણ માંગ કરાઇ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર-છાંયા નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવતા લાતીબજાર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો ખૂબ જ અભાવ છે. ખાસ કરીને આ વિસ્તારના રોડ-રસ્તાની દયનીય હાલત છે, ડામર રોડ બનાવવામાં આવે છે તો થોડા દિવસોમાં જ મસમોટા ખાડા પડી જાય છે. જેથી આ વિસ્તારના વેપારીઓની સુવિધા અર્થે સિમેન્ટ રોડ બનાવવો ખૂબ જ જરૂરી છે. તેમજ આ વિસ્તારમાં રોડની બન્ને સાઈડમાં બ્લોક નાખવાનું કામ પણ બાકી છે જે વહેલીતકે શરૂ કરવા વેપારીઓએ રજુઆત કરી છે.
આ વિસ્તારમાં મચ્છીના વેપારીઓ, મટન ના વેપારીઓ, લાતી બજારના વેપારીઓ સહિત આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની મોટી સંખ્યામાં અવર-જવર રહેતી હોય ઉપરોક્ત બાબતે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરાઇ છે.