પોરબંદર, તા. ૨:
પોરબંદર જિલ્લા આર.ટી.ઓ. કચેરી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક મેન્ટેનેન્સ કામગીરીને કારણે બંધ રાખવામાં આવ્યો છે.
જિલ્લા આર.ટી.ઓ.કચેરી ખાતે તા. ૦૧-૦૧-૨૦૨૬ થી તા. ૨૭-૦૨-૨૦૨૬ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક મરામત અને જાળવણી કામગીરીને કારણે બંધ રાખવામાં આવ્યો હતો. હવે આ કામગીરી પૂર્ણ ન થતા બંધની મુદત લંબાવી તા. ૦૭-૦૩-૨૦૨૬ સુધી ટેસ્ટ ટ્રેક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જિલ્લાની તમામ મોટરીંગ પબ્લિકને આ અંગે જાણ થવા અનુરોધ કરાયો છે.
